સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીના વિવાદ પર આવતીકાલે ચુકાદો સંભવ
Continues below advertisement
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલાં રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે. આ નિર્ણય સામે થયેલી અરજી પર સુનાવણી પૂરી થતાં ગુજરાત હાઈકોર્ટ ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટ આવતી કાલે શુક્રવારે આ મુદ્દે તેનો ચુકાદો આપશે.
Continues below advertisement