નવસારી પાલિકાના ચીફ ઓફિસરન બિલ્ડરની ઓફિસમાંથી નીકળતા વીડિયો વાયરલ
Continues below advertisement
નવસારી પાલિકાના ચીફ ઓફિસર સરકારી દસ્તાવેજો સાથે બિલ્ડરની ઓફિસમાંથી બહાર આવતાનો વીડિયો વાયરલ થયો છે. પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ સરકારી દસ્તાવેજો સાથે નીકળતા જ કૉંગ્રેસી કાર્યકર્તાઓએ ઘેરાવ કર્યો હતો. કૉંગ્રેસ કાર્યકર્તાઓએ ચીફ ઓફિસરને બિલ્ડરની ઓફિસ મુલાકાત અંગે પૂછપરછ કરતા જ ગિન્નાયા હતા અને કોઈને જવાબ આપવા ન બંધાયેલો હોવાનું કહીને ચાલતી પકડી લીધી હતી. હાલ તો આ વીડિયોએ પાલિકા બેડામાં ચર્ચા જગાવી છે.
Continues below advertisement