Weather Forecast: ગુજરાતના કયા જિલ્લામાં કરાઇ વરસાદની આગાહી?
Continues below advertisement
સુરતની સાથે વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે વાપી, ઉમરગામ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો
રાજ્યમાં આગામી પાંચ દિવસે રહેશે વરસાદી માહોલ..આ આગાહી કરી છે હવામાન વિભાગે...હવામાન વિભાગના અનુસાર, પ્રિમોનસૂન એક્ટિવિટી અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ આગાહી..આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી છે..સાથે જ દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદનું અનુમાન છે...તો આતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ વરસશે..તો દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Continues below advertisement