Weather Forecast| આગામી બે દિવસને લઈને હવામાન વિભાગે કરી નાંખી મોટી આગાહી, જુઓ વીડિયોમાં
Continues below advertisement
ચોમાસું તેના નિયત સમય કરતા 4 દિવસ વહેલું ગુજરાતમાં આવી પહોંચ્યું છે. ચોમાસું સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચે છે. ચોમાસાના આગમન થવાના પગલે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તા 13થી 17 જૂને રાજ્યના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડે તેવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ધંધુકામાં નોંધાયો છે. ધંધુકામાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો છે..........
Continues below advertisement