ગુજરાતના ક્યા પૂર્વ સાંસદના પુત્ર પર ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની હત્યાનો લાગ્યો આરોપ?

Continues below advertisement

દાહોદની ઝાલોદ પાલિકાના કાઉંસીલર હિરેન પટેલની ત્રણ મહિના પહેલા થયેલી હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. હિરેન પટેલની હત્યા પાછળ પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાએ હત્યાનું ષડયંત્ર રચ્યાનો આરોપ લાગ્યો છે.  આરોપી અમિત કટારા ઝાલોદના કૉંગ્રેસ ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ હોવાનું સામે આવ્યું. કાઉંસિલરની હત્યા કેસમાં અગાઉ બે આરોપીની ધરપકડ થઈ હતી. જેની તપાસમાં સામે આવ્યું કુખ્યાત ઈમરાન ગુડાલાનું નામ.  ઈમરાન છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હતો.. આ દરમિયાન ATSને માહિતી મળતા તેની હરિયાણાથી ઝડપી પાડ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram