પેટા સંસ્થા પર પ્રતિબંધ મુકવા PM મોદીને કોણે લખ્યો પત્ર?

Continues below advertisement

વિગન મિલ્કના નામે ડેરી ઉદ્યોગનો ખાત્મો કરવાના હિલચાલને લઈ સુમુલ સહિત દૂધ સંઘોએ વિરોધ નોંધાવ્યો છે. પીપલ ફોર ધ એથીકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ સંસ્થા પર પ્રતિબંધ મુકવા પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે. પીપલ ફોર ધ એથીકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ સંસ્થાએ કાજુ,બદામ સોયાબીન,અને ચોખાના રસમાંથી દ્રાવણ બનાવી દૂધનું નામ આપ્યું છે.સુમુલ ડીરેક્ટર જયેશ પટેલે પ્રધાનમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે અને કહ્યું હતું કે, 35 લાખ બહેનોની રોજીરોટી પર અસર થશે. જેથી પીપલ ફોર ધ એથીકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ સંસ્થા પર પ્રતિબંધ મુકવા માંગ કરાઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram