કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓની અચાનક હાલત કેમ બગડે છે? જુઓ વીડિયો
કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓની અચાનક હાલત કેમ બગડે છે? આ અંગે વાત કરતા ફૉંર્ટિસ હૉસ્પિટલના ચૅયરમેન, ડૉ. અશોક સેઠ અનુસાર, પહેલા 6-7 દિવસમાં શરીરમાંથી વાયરસ ખતમ થઇ જાય છે, 7-12 દિવસમાં શરીરમાં રિએક્શન થાય છે.કેટલીક વાર શરીર એટલી પ્રબળતાથી રિએક્ટ કરે છે કે શરીરને જ નષ્ટ કરવાનું શરુ કરી દે છે.શરીરના આ રિએક્શનથી ખુબ તાવ આવે છે. ઑક્સિજન લેવલ ઘટે છે.ફેફસામાંસંક્રમણ થઇ જાય છે, લોહી જામવા લાગે છે. કિડની-લિવર ફેઇલ થવા લાગે છે.આ સ્થિતિ ખુબ ગંભીર હોય છે. અને આમા મૃત્યુનું જોખમ વધી જાય છે.કેટલીક વાર ફેફસામાં લોહીના ગઠ્ઠા જામી જવાથી શ્વાસ ચઢી જાય છે.મગજમાં લોહીના ગઠ્ઠા બનવા લાગે છે. હાર્ટ એટેક આવે છે. લોકો કોમામાં પણ જતા રહે છે.સંક્રમણ પછી કોઇ પણ દર્દી માટે 7-12 દિવસ ખુબ મહત્વના હોય છેજેવું ઑક્સજન સૈચ્યુરેશન 92 થાય છે,હૉસ્પિટલમાં દાખલ થઇ જવુ જોઇએ. 12-13 દિવસ સુધી દર્દી ઠીક રહ્યા તો તેઓ રિકવર થઇ જાય છે.