ધોરણ 1 થી 5ના બાળકો માટે દિવાળી પછી પણ શાળા ખુલશે કે નહી? શિક્ષણમંત્રીએ શું આપ્યા સંકેત

Continues below advertisement
કોરોના મહામારી વચ્ચે વાલીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળાઓ નહિ ખુલે. શિક્ષણ મંત્રી અને  શાળા સંચાલકોના વેબીનારમાં આ પ્રકારના સંકેત આપ્યા હતા. મળતી જાણકારી અનુસાર દિવાળી વેકેશન બાદ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ફરીથી શરૂ કરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોરણ થી 8ના બાળકોને સ્કૂલમાં આવવાની છૂટ આપવા વિચારણા ચાલી રહી છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, પહેલા ચરણમાં 9 થી 12ની શાળાઓ શરૂ કરાશે. બાદમાં સ્થિતિ કાબૂમાં આવે તો નાના વર્ગો ખોલવા પર વિચારણા કરવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram