ગીર સોમનાથઃ નશામાં ધૂત કારચાલકે ટક્કર મારતા સફાઇ કામદાર મહિલાનું મોત, જુઓ વીડિયો
Continues below advertisement
ગીર સોમનાથમાં એક પીધેલા કાર ચાલકે મહિલા સફાઈ કામદારનો ભોગ લીધો હતો. નશામાં ધૂત યુવક પૂરઝડપે કાર લઈને આવ્યો અને કાર પર કાબૂ ગુમાવતા રોડની સામેની બાજુ કામ કરતા મહિલા સફાઈ કામદારને અડફેટે લીધા હતા. કારની ટક્કરે મહિલા દૂર સુધી ફંગોળાઈ હતી અને તેમને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જોકે સ્થાનિકોએ નશામાં ધૂત કાર ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
Continues below advertisement