દેશમાં વકરી કોરોના મહામારી, એક જ દિવસમાં કોરોનાના નવા 89 હજાર 129 કેસ નોંધાયા
Continues below advertisement
દેશમાં કોરોનાનું સક્રમણ વધી રહ્યું છે. છ મહિના બાદ પ્રથમવાર દેશમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 89 હજાર 129 કેસ નોંધાયા. તો શનિવારે જાહેર થયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 714 દર્દીઓને કોરોના ભરખી ગયો. 24 માર્ચથી સતત દેશભરમાં 50 હજારથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર અગાઉ 19 સપ્ટેમ્બરે દેશમાં કોરોનાના 92 હજાર 605 પોઝિટીવ કેસ નોંધાયા હતા
Continues below advertisement