Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલ

Continues below advertisement

દુષ્કર્મના  કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામને 2013માં દુષ્કર્મના  કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી આસારામ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. SCએ આસારામને વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે.

કોર્ટે તબીબી આધાર પર આસારામને જામીન આપ્યા છે. જામીન આપતાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પુરાવા સાથે છેડછાડ કરવી જોઈએ નહીં. આ સિવાય જામીન દરમિયાન તમારા કોઈપણ અનુયાયીઓને મળશો નહીં. આસારામને સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી જામીન આપ્યા છે.

આસારામની જેલમાં સારવાર ચાલી રહી છે

આસારામની હાલ જેલના હેલ્થ કેર સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. તે હૃદયના દર્દી છે. આ પહેલા તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો. આ પહેલા પણ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram