Baba Siddique Shot Dead: બાબા સિદ્દીકીની હત્યાને લઈ બિશ્નોઇ ગેંગે શું કર્યો મોટો ખુલાસો?
Baba Siddique Shot Dead: મહારાષ્ટ્રમાં NCP નેતા બાબા સિદ્દીકની હત્યા કેસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસ અને પૂછપરછમાં આવા અનેક રહસ્યો સામે આવી રહ્યા છે, જે જાણીને નવાઈ લાગશે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી લગભગ પુષ્ટિ થઈ ગઈ છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે તેઓ પંજાબની જેલમાં કેદ હતા, જ્યારે તેઓ બિશ્નોઈ ગેંગના એક સભ્યને મળ્યા હતા. આ હત્યા બાદ બિશ્નોઇ ગેંગે એક પોસ્ટ વાયરલ કરી છે, જેમાં બાબા સિદ્દીકીના સલમાન સાથેના સંબંધો હોવાને કારણે હત્યા કરી હોવાનો દાવો કરાયો છે.
આ ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપી પંજાબની જેલમાં એકસાથે કેદ હતા. ત્યાં શૂટરોની ઓળખ પહેલાથી જ જેલમાં બંધ બિશ્નોઈ ગેંગના સભ્યોમાંથી થઈ હતી. જેના કારણે ત્રણેય આરોપીઓ બિશ્નોઈ ગેંગમાં જોડાયા હતા. આ પછી આરોપીઓને બાબા સિદ્દીકીની હત્યા કરવા માટે 2.5 લાખ રૂપિયાની સોપારી મળી હતી.
મકાન 14 હજાર રૂપિયામાં ભાડે લીધું હતું
હત્યા બાદ શૂટર્સ 50,000 રૂપિયાની વહેંચણી કરવા જઈ રહ્યા હતા, પરંતુ મુંબઈ પોલીસે તેઓને પહેલા જ પકડી લીધા હતા. પૂછપરછ દરમિયાન શૂટરોએ એ પણ જણાવ્યું કે એક મહિના પહેલા (2 સપ્ટેમ્બરે) શૂટરોએ મુંબઈના કુર્લા વિસ્તારમાં ભાડેથી એક ઘર લીધું હતું. આ માટે દર મહિને 14 હજાર રૂપિયા ભાડું ચૂકવવામાં આવતું હતું.