RBIના નિર્ણયના વિરોધમાં બેન્ક કર્મચારીઓની આજે હડતાળ, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત સહિત દેશભરમા આજે રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારી મંડળના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. ગુજરાતમાં મહા ગુજરાત બેંક કર્મચારી મંડળનો દાવો છે કે તેમની હડતાલમાં ગુજરાતમાંથી 25 હજાર જેટલા કર્મચારીઓ જોડાયા છે. જ્યારે દેશભરમાં અંદાજે ચાર લાખ જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે, જેના કારણે રાજ્યની અંદાજે 7 હજાર જેટલી બેંકના કામકાજ પર અસર પડશે. આ ઉપરાંત 10 કરોડ થી લઇ 12 કરોડ સુધીના વ્યવહાર પર પડશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે અમદાવાદની વાત કરીએ તો કેટલીક બેન્કના કર્મચારીઓ પોતાનું કામ ચાલુ રાખ્યું છે, જેમાં એસ.બી.આઈ નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય કેટલીક બેંકના અને મહાગુજરાત બેન્ક કર્મચારી મંડળ સાથે જોડાયેલા કર્મચારીઓ બેંકની કામગીરીથી દુર રહ્યા છે. કેન્દ્ર સરકાર એક બેંકને અન્ય બેંક સાથે મર્જ કરી રહી છે. ઉપરાંત રાષ્ટ્રીયકૃત બેન્કમાં કર્મચારીઓની અછત હોવાથી કર્મચારીઓની ભરતી થાય. ઉપરાંત કેન્દ્ર સરકાર હાલ કોર્પોરેટ સેક્ટરને બેંક શરૂ કરવા માટે લાયસન્સ આપવાની વાત કરી છે જેની સામે મંડળ વિરોધ નોંધાવી રહેવું છે. આ ઉપરાંત સૌથી મોટો મુદ્દો એ છે કે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે જેને લઇને તેઓ આજે હડતાલનું એલાન આપ્યું છે.
Continues below advertisement