corona:ફેફસાં પર કેવી રીતે અટેક કરે છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ, થર્ડ વેવને લઇને વધી ચિંતા
કોરોના વાયરસના ડેલ્ટા પ્લસને લઇને આખી દુનિયામાં ભય ફેલાયેલો છે. આ વાયરસ ફેફસાંની કોશિકાના રિસ્પેટર પર બાકી વેરિયન્ટની સરખામણીમાં ઝડપથી ચોંટી જાય છે. જો કે તેનો એવો અર્થ બિલકુલ નથી કે, તેનાથી બીમારીના લક્ષણો વધુ ગંભીર હશે કે, સાવ સામાન્ય હશે, નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓફ ઇમ્યૂનાઇઝેશન ઇન ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર એન કે, અરોડાએ ખુદ આ વાતની જાણકારી આપી છે. નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓફ ઇમ્યૂનાઇઝેશન ઇન ઇન્ડિયાના પ્રમુખે કહ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અન્ય સ્ટ્રેનની સરખામણીમાં ફેફસાંની કોશિકા પર ઝડપથી ચોંટી જાય છે. તે ફેફસાના મ્યુકસ લાઇનિંગ સાથે ઝડપથી કનેક્ટ થાય છે. એકસ્પર્ટનો મત છે કે, ડેલ્ટા પ્લસની ઝપેટમાં આવનાર કેટલાક લોકો અસિમ્પ્ટોમેટિક હોય છે. આવા લોકોમાં કોવિડના લક્ષણો ભલે ન દેખાય પરંતુ તે સંક્રમણને ફેલાવી ચોક્કસ શકે છે. શું ડેલ્ટા પલ્સ થર્ડ વેવને ટ્રીગર કરશે? એક્સ્પર્ટના મત મુજબ આ બધું જ એ બાબત પર આધાર રાખે છે. કે, કેટલાક લોકો વેક્સિનેટ થાય છે અને સંક્રમિત થયા લોકોની એન્ટીબોડી પર પણ તેનો આધાર છે.