દેશનો ચોથો સીરો સર્વના આંકડા થયા જાહેર, શું આવ્યું ચોંકાવનારૂં પરિણામ જાણો
Continues below advertisement
કોરોના વાયરસ આવ્યાના થોડા મહિના બાદ જ સરકારે સીરો સર્વેની શરૂઆત કરી હતી. અનેક રાજ્યોએ તેના સ્તરે સીરો સર્વે કર્યાં. આ સીરો સર્વેનો હેતુ એ જ છે કે તે જાણી શકાય કે કેટલા લોકો સંક્રમિત થયા છે. તો આજ શ્રેણીમાં દેશમાં ચોથો સીરો સર્વે કરવામાં આવ્યો. આ સર્વેનું પરિણામ ઘણું ચોકાવનારૂ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશની 67.7 ટકા વસ્તી સંક્રમિત થઇ ચૂકી છે એટલે કે આટલા ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળી. જેથી આ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે.
Continues below advertisement