પિતા ગુમાવનારી યુવતીનું આક્રંદ, ‘ડોક્ટર, ડોક્ટર ચિલ્લાતે રહે કોઇ આયા નહીં, અબ સબ આયે હૈ, મેરે બાબા કો વાપસ લા પાયેગે’
Continues below advertisement
ઝારખંડના રાંચીમાં સરકારી હોસ્પિટલની ખરાબ વ્યવસ્થાના કારણે એક દીકરીએ પોતાના પિતા ગુમાવતા તેણે ગુસ્સામાં આખી હોસ્પિટલ, રાજ્યની સરકાર, સિસ્ટમ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. 60 વર્ષના પોતાના પિતાને સારી સારવાર માટે આ યુવતી હજારીબાગથી રાંચી લઇને આવી હતી પરંતુ અહી તો દર્દીઓ ભગવાન ભરોસે હતા. યુવતી ડોક્ટર ડોક્ટર બૂમ પાડતી રહી પરંતુ કલાક સુધી કોઇ સારવાર માટે ના આવતા યુવતીના પિતાનો શ્વાસ થંભી ગયો હતો. બાદમાં યુવતીએ ગુસ્સામાં આખી હોસ્પિટલ માથે લીધી હતી
Continues below advertisement