Cyclone Burevi: તમિલનાડુ અને કેરળમાં વધુ એક વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, જુઓ વીડિયો

Continues below advertisement

તમિલનાડુ અને કેરળમાં નિવાર બાદ વધુ એક વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા છે. આવતીકાલે કેરળ અને તમિલનાડુમાં બુરેવી વાવાઝોડુ (Cyclone Burevi) ત્રાટકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.  વાવાઝોડાને પગલે બે હજારથી વધુ રાહત શિબિર કાર્યરત કર્યું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. NDRFની આઠ ટીમો પણ કેરળ પહોંચી ગઈ છે. તિરુવંનતપુરમ,કોલ્લમ,પથનમોર્થેટ્ટા,કોટ્ટાયમ,અલપ્પુઝા,ઈડુક્કી અને એર્ણાકુલમ જિલ્લામાં પાંચ ડિસેમ્બર સુદી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બુરેવી વાવાઝોડાને પગલે 175 પરિવારોના 697 લોકોને રાહત શિબિરમાં મોકલી દેવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram