Cyclone Yaas: પશ્વિમ બંગાળના દરિયાકિનારે જોવા મળી વાવાઝોડાની અસર, અનેક જિલ્લાઓમાં વરસાદ
Continues below advertisement
યાસ વાવાઝોડા કારણે ઓડિશા, બંગાળ અન ઝારખંડમાંથી લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે બંગાળમાં બે લોકોના મોત થયા છે. બંગાળમાં નવ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે..હવામાન વિભાગે જણાવ્યું કે, ભીષણ તોફાન દરમિયાન 155થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે, જે 185 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
Continues below advertisement