DANA Cyclone | વાવાઝોડાએ મચાવી ત્રણ રાજ્યોમાં તબાહી, 110 કિમીની ઝડપે ફુંકાયો પવન

Continues below advertisement

ચક્રવાત 'દાના' ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાતી તોફાન દાનાની લેન્ડફોલ પ્રક્રિયા ગુરુવારે રાત્રે શરૂ થવાની અને શુક્રવાર સવાર સુધી ચાલુ રહેવાની ધારણા છે. લેન્ડફોલ પ્રક્રિયા શુક્રવાર સવાર સુધી લગભગ ચારથી પાંચ કલાક સુધી ચાલશે. ત્યારે પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેવાની આશંકા છે. ઉંચા મોજાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી બે-ત્રણ કિલોમીટર સુધી અંદર આવી શકે છે. આગામી 24 કલાક માટે વધારાની કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં સાવચેતીના પગલા તરીકે વિવિધ દરિયાકિનારા પર કલમ ​​144 લાગુ કરવામાં આવી છે, આ ઉપરાંત, પારાદીપથી ઇરસામા સિયાલી સુધીના દરિયાકિનારા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે

DANA Cyclone | વાવાઝોડાએ મચાવી ત્રણ રાજ્યોમાં તબાહી, 110 કિમીની ઝડપે ફુંકાયો પવન

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram