Delhi Cloud burst | ધોધમાર વરસાદે ઘમરોળી નાંખ્યું દિલ્હીને | દિલ્હી ડુબ્યું | Heavy Rain

Continues below advertisement

દિલ્હીમાં ભારે વરસાદને કારણે આજે એટલે કે 1લી ઓગસ્ટે તમામ શાળાઓ બંધ રહેશે. શિક્ષણ મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. આતિશીએ પોસ્ટમાં કહ્યું કે, બુધવારે સાંજે ભારે વરસાદ અને ગુરુવારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને 1 ઓગસ્ટના રોજ તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે.

બુધવારે સાંજે દિલ્હીમાં વરસાદને કારણે મોટાપાયે પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. જેના કારણે રસ્તાઓ પર અરાજકતા સર્જાઈ હતી. બુધવારે દિલ્હીમાં એક કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો..

એર ટ્રાફિકને પણ થઈ હતી અસર

ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે એર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતરતી ઓછામાં ઓછી 10 ફ્લાઈટોને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાંથી આઠ ફ્લાઈટ જયપુર અને બે લખનઉ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram