Delhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં
Delhi Pollution News | દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં
દિલ્હીમાં વધતા પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.. દિલ્હી દેશનું સૌથી વધુ પ્રદુષિત શહેર છે.. દર અઠવાડિયાએ પ્રદુષણમાં 20 ટકાનો વધારો થયો છે.. દિલ્હીના લોકોને હવે તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે... દિલ્હીમાં છેલ્લા 20 દિવસથી સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ અનુસાર, હવે દિલ્હી-NCRમાં GRAP-3 લાગુ કરવાની સાથે, 5મી સુધીના તમામ વર્ગો ઓનલાઈન કરવા ફરજિયાત છે.
બીજી તરફ, જો GRAP-4 લાગુ કરવામાં આવશે તો 12મા સુધીના તમામ વર્ગો ઓનલાઈન ચાલશે..પહેલા રાજ્ય સરકારોને શાળાઓ સંબંધિત આ નિર્ણય લેવાનો અધિકાર હતો, પરંતુ હવે તેને નિયમ બનાવી દેવામાં આવ્યો છે.