Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયો

Continues below advertisement

કાળઝાળ ગરમી અને ગરમ પવનની મોસમ બાદ જ્યારે વરસાદે ઠંડા સ્વર સાથે દસ્તક આપી ત્યારે સૌના ચહેરા પર ચમક આવી ગઈ હતી. પરંતુ શુક્રવાર સવારથી વરસી રહેલા વાદળો દર વખતની જેમ રાજધાની દિલ્હીમાં વ્યવસ્થાઓ માટે મુશ્કેલીરૂપ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના માર્ગો પર વહેતા પાણી અને થંભી ગયેલા વાહનોએ સરકારની વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડી છે. વરસાદ એટલો બધો પડ્યો કે રેકોર્ડ સર્જાયો.

માહિતી એવી છે કે 88 વર્ષ બાદ જૂન મહિનામાં આટલો વરસાદ થયો છે. જ્યારે સવારે વરસાદ શરૂ થયો ત્યારે સમાચાર આવ્યા કે IGI એરપોર્ટ પર છતનો એક ભાગ પડી ગયો છે. જેના કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હતું. અન્ય ઘણી જગ્યાએથી પણ સામાન્ય લોકોને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેવા સમાચારો સામે આવી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram