નવી સ્વનિર્ભર શાળાને મંજૂરી ન આપવા રાજ્ય શાળા સંચાલક મહામંડળની માંગ

Continues below advertisement

આગામી બે વર્ષ માટે રાજ્યમાં નવી સ્વનિર્ભર સ્કૂલને મંજૂરી ના આપવા અપીલ કરાઈ.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને લખવામાં આવ્યો પત્ર.

શિક્ષણ વિભાગ દ્વારા નવી સ્વનિર્ભર શાળાઓ શરૂ કરવા મંગાવવામાં આવી છે અરજી.

જુલાઈ સુધીમાં નવી સ્વનિર્ભર શાળાઓ શરૂ કરવા માટે કરી શકાશે અરજી.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત કરાઈ છે કે, જો કે બે વર્ષ માટે નવી સ્વનિર્ભર શાળાઓને મંજૂરી આપવામાં ના આવે તો ગ્રાન્ટેડ શાળાઓને જીવનદાન મળશે.

રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓ સતત વધતી હોવાથી ગ્રાન્ટેડ શાળાઓના અસ્તિત્વ સામે સવાલ ઉભા થયા છે.

કેટલીક નીતિઓને કારણે ગ્રાન્ટેડ શાળાઓ સતત બંધ થઈ રહી છે.

રાજ્યમાં ૧૯૯૪ બાદથી સરકારે સ્વનિર્ભર શાળાઓ શરૂ કરવા મંજૂરી આપવાની શરૂઆત કરી હતી ત્યારબાદથી ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી આપવાનું રાજ્ય સરકારે ધીમે ધીમે બંધ કરી દેતા, નવી ગ્રાન્ટેડ શાળાને આજના સમયમાં મંજૂરી મળતી નથી.

જે સ્વનિર્ભર શાળાઓ છે એને વર્ગ વધારો આપવાની જરૂરિયાત હોય તો યોગ્ય કાર્યવાહી કરી વર્ગ વધારો આપવામાં આવે એમાં વાંધો ના હોય શકે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram