Vadodara News: પાદરા-જંબુસર હાઈવે ફોર લેનની કામગીરીને લઈને ખેડૂતોએ કર્યો વિરોધ
Continues below advertisement
વડોદરાના પાદરા- જંબુસર હાઈવેને હાલમાં ફોરલેનમાં પરિવર્તિત કરવાની ચાલી રહી છે કામગીરી. ત્યારે બે દિવસ બાદ ફરી એકવાર પાદરાના ડભાસા રોડ પર ખેડૂતોએ વિરોધ વ્યકત કર્યો. ખેડૂતોનો આરોપ છે કે ખેડૂતોને વિશ્વાસમાં લઈ જમીન સંપાદન કરવામાં જ આવી નથી. તો ખેડૂતોને યોગ્ય વળતર પણ ચૂકવાયું નથી તેમ છતા રોડને ફોરલેનમાં પરિવર્તિત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રોડ એંડ બિલ્ડીંગ વિભાગ તથા જમીન લેન્ડ રેકર્ડ કચેરી પણ આ જમીન સરકાર હસ્તક હોવાના પુરાવા આપવામાં નિષ્ફળ નિવડ્યું છે. આજે ખેડૂતોએ કરેલા વિરોધમાં ભાજપની જ ભગિની સંસ્થા કિસાન સંઘના પ્રમુખ અને આગેવાનો પણ જોડાયા અને ખેડૂતોને સાથે રાખી ફોરલેનની કામગીરીનો વિરોધ કર્યો. આટલું જ નહીં કામ શરૂ કરાતા અટકાવી દેવાયું હતું...
Continues below advertisement