સરકાર તમામ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયારઃ PM મોદી
બજેટ સત્ર પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં પહોંચ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આ બજેટ સત્રને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવ્યુ હતું. સાથે જ પીએમ મોદીએ જણાવ્યું કે દેશના મહાપુરૂષોના સંકલ્પોને પુરા કરવાના છે. સરકાર ઈચ્છે છે કે સંસદમાં ચર્ચા થાય. સરકાર દરેક પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે.