ગુજરાતના લોકો હવે કોરોના ટેસ્ટ વિના મહારાષ્ટ્રમાં નહીં પ્રવેશી શકે, જુઓ વીડિયો

Continues below advertisement
ગુજરાતના લોકો હવે કોરોના ટેસ્ટ વિના મહારાષ્ટ્રમાં નહીં પ્રવેશી શકે. 25 નવેમ્બરથી આ નિયમ લાગુ થશે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સોમવારે ફરમાન કર્યું કે ગુજરાત, રાજસ્થાન, દિલ્લી અને ગોવાના લોકો કોરોના ટેસ્ટ વિના મહારાષ્ટ્રમાં પ્રવેશી નહીં શકે. હારાષ્ટ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર આ 4 રાજ્યોમાંથી હવાઈ માર્ગે આવનારા મુસાફરોએ RT-PCR નેગેટિવ રિપોર્ટ લાવવાનો રહેશે. રિપોર્ટ બોર્ડિંગ એરપોર્ટ પર ચેક કરાશે. 72 કલાક પહેલાનો રિપોર્ટ હોવો જોઈએ. જો રિપોર્ટ નેગેટિવ નહીં હોય તો પ્રવાસીએ મુંબઈ એરપોર્ટ પર સ્વખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. ટેસ્ટ નેગેટિવ આવવા પર તે જઈ તો શકશે. પણ જ્યાં રોકાણ કરવાના છે ત્યાંનું એડ્રેસ સહિતની જાણકારી આપવાની રહેશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram