લગ્ન સીઝન બાદ ફરી વધી શકે છે કોરોના જાણો કોણે વ્યક્ત કરી શંકા?
Continues below advertisement
લગ્નમાં અને સામાજિક મેળાવડા બાદ ફરી કોરોના વધી શકે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ શંકા વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારે 100 મહેમાનોની હાજરી સાથે લગ્ન કરવા અનુમતિ આપી છે પણ તબીબોના મતે સામાજિક મેળાવડા સમયે લોકો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન ભૂલી જતા હોય છે આવા સંજોગોમાં કોરોનાનું સંક્રમણ ફરી ગૃપ ટ્રાન્સમિશનના ભાગ રૂપે પ્રસરી શકે છે.આ સિવાય પણ લગ્ન પ્રસંગમાં હાજરી આપનાર મહેમાનો પૈકી કોઈ પણ વ્યક્તિ કોવિડ પોઝિટિવ હશે તો એક જ સ્થળે 80 થી 100 લોકોના સીધા સંક્રમણ ફેલાવવાની દહેશત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ વ્યક્ત કરી હતી.
Continues below advertisement