કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે ભારતે કયા દેશમાંથી આવતી તમામ ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ ? જુઓ વીડિયો

Continues below advertisement
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામે આવતા ભારતે 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધી અમલમાં રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી આ અંગે સોમવારે જાણકારી આપવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે અમે અસ્થાયી રીતે બ્રિટનથી આવનાર અને ત્યાં જનાર બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. બધા યાત્રી જે બ્રિટનથી ભારત આવી રહ્યા છે તેમણે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો અને સાત દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું ફરજિયાત રહેશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram