Kanchanjunga Express Accident : દાર્જિલિંગમાં 2 ટ્રેન વચ્ચે ભયંકર અકસ્માત, 5ના મોત, રેસ્ક્યૂ ચાલુ

Continues below advertisement

Kanchanjungha Express Accident: 17 જૂન, 2024ના સોમવારે સવારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક ગંભીર ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. મુસાફરોથી ભરેલી કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી, જેમાં ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 5 લોકોના મોતના સમાચાર મળ્યા છે. 

પ્રાથમિક અહેવાલો મુજબ, આ દુર્ઘટના સવારે લગભગ 9 વાગ્યે જલપાઈગુડી નજીક રંગાપાની સ્ટેશન પાસે થઈ હતી. કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડીથી દિઘા તરફ જઈ રહી હતી જ્યારે તે ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ત્રણ પાછળના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું, દાર્જિલિંગ જિલ્લાના ફણસીવા વિસ્તારમાં હમણાં જ એક દુ:ખદ ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું આઘાતમાં છું. વધુ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે. કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને મદદ માટે સ્થળ પર મોકલવામાં આવી છે. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram