Kerala Rain | કેરળમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ધોધમાર વરસાદથી ચાર લોકોના મોત | Watch Video
Continues below advertisement
ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અંગ દઝાડતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. બીજી તરફ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યમાં મુશળધાર વરસાદે (Rain) કાળો કેર મચાવ્યો છે. કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદ (Rain)ના કારણે ચાર લોકોના મોત થયા. હવામાન વિભાગે હજુ પણ કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદ (Rain)ની ધારણા વ્યકત કરાઈ છે. તો નોર્થ ઈસ્ટમાં પણ વરસાદ (Rain)ની સંભાવના વ્યકત કરાઈ છે.રાજ્યના 9 જિલ્લામાં વરસાદ (Rain)નું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં 11થી 20 સેમી વરસાદ (Rain)ની સંભાવના વ્યકત કરાઈ છે. ભારે વરસાદ (Rain)ના કારણે તિરૂવંતપુરમ, કોચી અને ત્રિશૂરમાં મુશળધાર વરસેલા વરસાદ (Rain)ના કારણે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘર અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
Continues below advertisement