Kolkata Doctor Case | આરોપી સંજય રોયને લઈને સૌથી મોટા સમાચાર, આજે થશે સાયકોલોજીકલ ટેસ્ટ| Abp Asmita
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકત્તાની હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા મામલે CBI દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.CBI દ્વારા આરોપી સંજય રોયનો સાયકોલોજી ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ CBI ની ટીમ વહેલી સવારે કોલકત્તા પહોંચી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંજય રોયનાં ફોનમાંથી ઘણી વાંધાજનક વીડિયો મળી આવ્યા છે. તપાસ એજન્સીએ આરોપીની માનસિક સ્થિતિ જાણવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી બળાત્કાર અને હત્યા પાછળનું કારણ જાણી શકાય.
પોલીસ દ્વારા સંજય રોયનાં ફોનની તપાસ હાથ ધરતા તેમાંથી ઘણા પોર્ન વીડિયો મળી આવ્યા હતા. હવે CBI ની ટીમ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું આરોપીએ અગાઉ કોઈ ગુનો કર્યો છે કે નહી? ત્યારે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પરીક્ષણ દરમ્યાન સંજય રોય ઘણા મોટા ખુલાસા કરી શકે છે.