Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp Asmita

Continues below advertisement

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મહાયુતિ પાર્ટીઓએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. શપથ ગ્રહણ માટે મહેમાનોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. 5 ડિસેમ્બરને ગુરુવારે સાંજે 5 વાગ્યે ઐતિહાસિક આઝાદ મેદાન ખાતે શપથ ગ્રહણ સમારોહનું  આયોજન કરવામાં આવ્યું છે, જેને યાદગાર બનાવવા માટે ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવા સમાચાર છે કે બીજેપી હાઈકમાન્ડે દેવેન્દ્ર ફડણવીસનાના નામને મંજૂરી આપી દીધી છે. અને એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના આગામી સીએમ દેવેન્દ્ર ફડણવીસ હશે. જો કે તેની ઔપચારિક જાહેરાત 4 ડિસેમ્બરે વિધાનસભા પક્ષની બેઠક બાદ કરવામાં આવશે.

એવું માનવામાં આવે છે કે, દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે અને એકનાથ શિંદે અને અજિત પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. દરમિયાન, અજિત પવાર સિવાય, NCP તરફથી કેબિનેટમાં સામેલ કરવામાં આવનાર નેતાઓના સંભવિત નામો જાહેર થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram