Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી
કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા બેંક ફ્રોડ સાથે સબંધિત મામલે સર્ચ ઓપરેશનની કાર્યવાહીને અંજામ આપવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં 'વોટ જેહાદ'ના નામથી ચર્ચિત આ બેન્ક એકાઉન્ટ કૌભાંડ કેસમાં હવે કેન્દ્રીય તપાસની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તપાસ એજન્સી દ્વારા 14મી નવેમ્બરની સવારથી જ આ કેસમાં 23થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશનની કાર્યવાહીને અંજામ આપવામાં આવી રહ્યો છે.
તપાસ એજન્સીએ 14 નવેમ્બરે સવારે લગભગ 6:00 વાગ્યાથી ગુજરાતના અમદાવાદમાં 13 સ્થળોએ, સુરતમાં 3 સ્થળોએ, મહારાષ્ટ્રના માલેગાંવ અને નાસિકમાં 2 સ્થળોએ તેમજ મુંબઈમાં પાંચ સ્થળોએ સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી છે. સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા હવાલા વેપારીઓના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ એજન્સીના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે, આ મામલે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સાથે કનેક્શન છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.