Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp Asmita
Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp Asmita
ઉત્તર પ્રદેશના મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન ચાર મહિલાઓ ઘાયલ થઈ હોવાની માહિતી મળી રહી છે. પરતાપુરના મેદાનમાં શિવ મહાપુરાણની કથા ચાલી રહી હતી. મળતી માહિતી મુજબ છેલ્લા પાંચ દિવસથી આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને આજે છેલ્લો દિવસ હતો. પ્રાથમિક માહિતી મુજબ કથાના અંતિમ દિવસે પોલીસ દ્વારા કોઈ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ પ્રશાસન અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે.
ઘટનાસ્થળે હાજર લોકોએ જાતે જ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો અને તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી, ઇજાગ્રસ્તોમાંથી કોઈની સ્થિતિ ગંભીર નહોતી અને તમામ ખતરાની બહાર છે. કહેવામાં આવ્યું છે કે આ ઘટના ગેટ નંબર 1 પર બની હતી. આસપાસના ગામડાના લોકો મદદ માટે આવ્યા.