કોરોનાની રસીનું ઉપ્તાદન વધારવા માટે મોદી સરકારના સિનિયર મંત્રી નીતિન ગડકરીએ સરકારને શું આપી સલાહ?
Continues below advertisement
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોરોનાની રસીનું ઉત્પાદન વધારવા કેટલીક કંપનીઓને મંજૂરી આપવાનું સૂચન કર્યુ હતું. તેમણે કહ્યું, દેશમાં જીવન રક્ષક દવાઓનું ઉત્પાદન વધારવા માટે અને દવા કંપનીઓને મંજૂરી આપવા કાનૂન બનાવવા અંગે હું પીએમ મોદીને આગ્રહ કરીશ. તેમાં દવાના પેટંટ ધારકને અન્ય દવા કંપનીઓ દ્વારા 10 ટકા રોયલ્ટી આપવાની વ્યવસ્થા હોવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, જો પુરવઠાની તુલનામાં માંગ વધારે હશો તો સમસ્યા ઉભી થશે. તેથી એકના બદલ 10 કંપનીઓને રસીનું લાયસન્સ આપવું જોઈએ.
Continues below advertisement