NIV પૂણેના વૈજ્ઞાનિકોનો દાવો, ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા બાદ મોતથી બચાવે છે આ વેક્સિન
Continues below advertisement
કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ થર્ડ વેવમાં ચિંતા વધારી શકે છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વેક્સિનેટ લોકોને પણ સંક્રમિત કરતા હોવાનું સામે આવતાં સ્થિતિ પડકારરૂપ ચોક્કસ કહી શકાય પરંતુ પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટી્ટયૂટ ઓફ વાયરોલોજી NIVમાં થયેલા સ્ટડીમાં એક રાહતભર્યું તારણ સામે આવ્યું છે. જી હાં, વૈજ્ઞાનિકોએ સ્ટડી દરમિયાન જોયું કે, કોરોના વેક્સિન ડેલ્ટા વેરિયન્ટ સામે રક્ષણ આપવામાં 99 ટકા અસરકારક છે,. વૈજ્ઞાનિકોએ આ દાવો કુલ 677 લોકોના સ્વેબ સેમ્પલના જિનોમ્સથી સિક્વન્સી બાદ આવેલ પરિણામ બાદ કર્યો છે.
Continues below advertisement