Lok Sabha : PM Modi Speech : ભારત લોકશાહીનો જન્મદાતા , લોકસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધન

Continues below advertisement

Lok Sabha : PM Modi Speech : ભારત લોકશાહીનો જન્મદાતા , લોકસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધન

Parliament Winter Session 2024:  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બંધારણ પર ચર્ચાના બીજા દિવસે વિપક્ષના આરોપો પર જવાબ આપ્યા હતો. દેશમાં બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચર્ચા થઈ રહી છે. ચર્ચાનો આજે બીજો દિવસ છે, ત્યારે નરેન્દ્ર મોદીએ લોકસભામાં સંબોધન કરતાં કહ્યું કે, ભારત લોકશાહીની જનની છે અને આપણું ગણતંત્ર સમગ્ર દુનિયા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આ આ ગર્વની ક્ષણ છે અને લોકશાહીના અવસરને મનાવવાનો આ અવસર છે. ભારતનો નાગરિક તમામ કસોટી પર ખરો ઉતર્યો છે અને લોકશાહીની સફળતાનો આધાર રહ્યો છે.

તેમણે નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ કરતા મહિલાઓના સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને વર્ણવી. નરેન્દ્ર મોદી ઉમેર્યું કે, 'આ અધિનિયમ મહિલાઓને રાજનીતિક ભાગીદારીમાં વધુ અવસર આપવા માટે મીલનો પથ્થર સાબિથ થશે. ભારતે શરૂઆતથી જ મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો. આજે, સંસદમાં મહિલા સાંસદોની સંખ્યા સતત વધી રહી છે. નારી શક્તિ વંદન અધિનિયમ આ દિશામાં એક ઐતિહાસિક પગલું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram