કોરોનાના R ફેક્ટરે વધારે ચિંતા, શું છે R વેલ્યૂ જાણો, ક્યાં 8 રાજ્યોમાં 1ને પાર પહોંચી

Continues below advertisement

કેન્દ્રીય મંત્રાલયે થોડા દિવસ પહેલા કોવિડના વધતા R ફેક્ટર વિશે ચિંતા વ્યક્ત કરી હતી, R ફેક્ટરનું 1.0 કરતા વધુ હોવું, કે કોવિડ સંક્રમણના કેસમાં વધારાના સંકેત આપે છે. સૌથી પહેલા એ સમજીએ કે કોરોનાનું R ફેક્ટર શું છે. જેને લઇને એકસ્પર્ટ ચિતિંત છે. આ સમયે R ફેક્ટર શું છે અને એ કેવી રીતે કેસમાં વધારો થવાનો સંકેત સૂચવે છે? સમજીએ.  R ફેક્ટર એટલે રિપોડકશન રેટ. R ફેક્ટરને સરળ ભાષામાં સમજીએ તો આ R ફેક્ટર જણાવે છે કે, એક કોવિડ સંક્રમિત વ્યક્તિથી અન્ય કેટલા લોકો સંક્રમિત થાય છે અથવા તો થઇ શકે છે. ટૂંકમાં આર ફેકટરથી કોરોનાનું સંક્રમણ કેટલું ઝડપથી ફેલાય છે તે જાણી શકાય છે. વેરિયન્ટ કેટલો સંક્રામક છે અને ઝડપથી ફેલાય છે તેનો અંદાજ આ  R ફેક્ટરથી આવે છે. ડેટા સાયન્ટિસ્ટ્સના જણાવ્યાં મુજબ જો R ફેક્ટર 1.0 કરતા વધુ હોય તો તે કેસમાં વધારો સૂચવે છે. જ્યારે 1.0 કરતા ઓછું હોય તો કેસમાં ઘટાડો સૂચવે છે. આર ફેકટરથી કોરોનાનું સંક્રમણ કેટલું ઝડપથી ફેલાય છે તે જાણી શકાય છે. એ વાત પરથી પણ સમજી શકાય છે કે જો 100 લોકો સંક્રમિત છે. તે 100 લોકોને સંક્રમણ લગાવે છે તો R વેલ્યુ 1 થશે, પરંતુ જો એ 80 લોકોને સંક્રમણ લગાવી રહ્યો છે, તો પછી આ R વેલ્યુ 0.80 થશે.ટૂંકમાં કહીએ તો  R વેલ્યુ જો એકથી નીચે હોય તો રોગ નિયંત્રણમાં છે. એકથી વધુ હોય તો તેજ પ્રસારનો સંકેત આપે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram