Ratan Naval Tata Passes Away Updates| PM મોદી સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ

Continues below advertisement

ટાટા જૂથના માનદ ચેરમેન અને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. પદ્મ વિભૂષણથી સન્માનિત 86 વર્ષીય રતન ટાટાએ રાત્રે 11.30 વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓ અને ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને ઓટો ક્ષેત્રના દિગ્ગજ આનંદ મહિન્દ્રા સહિત ઘણા ઉદ્યોગપતિઓએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ રતન ટાટાને યાદ કરતા લખ્યું - 'દેશનું અમૂલ્ય રત્ન ખોવાઈ ગયું'. રતન ટાટા ભારતનું ગૌરવ હતા, તેઓ હંમેશા આવનારી પેઢીના ઉદ્યોગપતિઓ માટે રોલ મોડેલ રહેશે.NCPA લૉનમાં જ્યાં રતન ટાટાનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે ત્યાં સર્વ ધર્મ પ્રાર્થના થઇ રહી છે. હિન્દુ ધર્મગુરુઓ, મુસ્લિમ ધર્મગુરુઓ પણ હાજર છે. દરેક ધર્મના ગુરુઓ એક પછી એક શાંતિ પ્રાર્થના કરી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram