MP: હોસ્પિટલમાં ડોક્ટર જ નહોતા હાજર, દર્દીનું મોત થતા મૃતદેહને બાઇક પર બાંધી લઇ  ગયા પરિજનો

Continues below advertisement

 

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. માનપુર હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર પતૌર ગામના રહેવાસી સહજન કોલને પેટમાં દુખાવો ઉપડતા તેમને સારવાર માટે માનપુર આરોગ્ય કેન્દ્ર પર લાવવામાં આવ્યા હતા. જ્યાં કોઇ ડોક્ટર ના મળતા તેમનું નિધન થયું હતું. બાદમાં અસહાય ગરીબ આદિવાસી પરિવારજનો લાશને બાઇક પર રાખી પોતાના ઘરે જવા રવાના થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram