રાજકોટ હોસ્પિટલમાં લાગેલી આગ પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, કહ્યું -  આ પ્રકારની ઘટના સ્વીકાર્ય નહીં

Continues below advertisement
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાતે ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટના પર સુપ્રીમ કોર્ટે પણ ચિંતા કરી છે.  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રકારની ઘટના સ્વીકાર્ય નહીં . અમે આખા દેશની સ્થિતિ પર માહિતી લઈ રહ્યાં છે.  ઉલ્લેખનીય છે કે, રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દીઓની સારવાર ચાલી રહી હતી.  જ્યા આઈસીયુ વિભાગમાં આગ લાગતા પાંચ દર્દીઓના મોત થયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram