તેલંગણાઃ ટોલ પ્લાઝા પર આવીને ઉભી રહી મિની ટ્રક, પછી જે થયું તે જોઇ હસવાનું નહીં રોકી શકો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2021 11:36 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેલંગણાની સાઇબરાબાદ ટ્રાફિલ પોલીસે ટ્વિટર પર એક એવો વીડિયો શેર કર્યો છે જેને જોઇને લોકો પોતાનું હસવું રોકી શકતા નથી. જોકે, આ વીડિયોમાં ટ્રાફિક પોલીસે એક સંદેશ પણ આપવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે માલવાહક ગાડીમાં માણસોને બેસાડવા ખતરનાક સાબિત થઇ શકે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક મિની ટ્રક ટોલનાકા પર આવીને રોકાય છે. આ ટ્રક પર કેટલાક લોકો સવાર છે. જેવી ટ્રક ટોલ પર આવીને રોકાય છે તેનું બેરિયર નીચે આવે છે અને ટ્રક પર સવાર લોકોના માથામાં વાગે છે. એકવાર નહી પરંતુ અનેકવાર બેરિયર ટ્રક પર સવાર લોકોના માથામાં ટકરાય છે. જોકે, તેમાં કોઇને ગંભીર ઇજા પહોંચી નથી.