દેશના કેટલાક રાજ્યની સ્થિતિ ચિંતાજનક, સંક્રમણ રોકવાની ગતિને વધારવી જરૂરી: PM Modi

Continues below advertisement
પ્રધાનમંત્રી મોદી કોરોનાની સ્થિતિને લઈ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી તે દરમિયાન મોદીએ વાયરસની રસીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, રસી ક્યારે આવશે, તેનો સમય આપણે નક્કી ન કરી શકીયે પરંતુ એ તો વૈજ્ઞાનિકોના હાથમાં છે. પીએમ મોદીએ આજની બેઠકમાં આ વાત કહી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેટલાક લોકો આ મામલે રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ કોઈને રાજનીતિ કરતા રોકી ન શકાય. રસી ક્યારે આવશે, એ વૈજ્ઞાનિકો જ નક્કી કરશે.  દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ ફરીથી એક વખત ઝડપથી વધી રહ્યા છે. તેમાં દેશની રાજધાની દિલ્હી પણ સામેલ છે. ત્યાર બાદ હવે પીએમ મોદીએ કોરોના વાયરસના વધતા કેસને લઈને આઠ રાજ્યોના મુખઅયમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram