Uttarakhandમાં ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી, અમિત શાહે CM રાવત સાથે કરી વાત
Continues below advertisement
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. ગ્લેશિયર તૂટતા ધૌલી ગંગા નદીનું જળસ્તર વધ્યુ અને પોતાના રસ્તામાં જે કંઈપણ આવ્યું તેને તબાહ કરી નાંખ્યુ હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર રાવતે ટ્વિટ કરીને ઘટનાસ્થળે જવા રવાના થયા હોવાની વાત કરી હતી. આઈટીબીપી, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
Continues below advertisement