ઉત્તર પ્રદેશમાં કોણે પોતાની 13 વીઘા જમીન PM મોદીના નામે કરવાની કરી જાહેરાત?
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ વિદેશમાં અનેક લોકો પસંદ કરે છે. ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં 85 વર્ષના એક વૃદ્ધા પોતાની તમામ સંપત્તિ વડાપ્રધાન મોદીના નામે કરવા માંગે છે. 85 વર્ષીય બિટ્ટન દેવી બુધવારે મૈનપુરીમાં તાલુકા ઓફિસમાં પહોંચ્યા હતા અને એક વકીલને વડાપ્રધાન મોદીના નામ પર જમીન ટ્રાન્સફર કરવાનું કહેવા લાગ્યા હતા. આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.ન્યૂઝ એજન્સી PTIના મતે 85 વર્ષીય બિટ્ટન દેવી કિશની વિકાસ ખંડના ચિતાયન ગામની રહેવાસી છે. તેમની પાસે લગભગ 13 વિઘા જમીન છે.
વકીલે તેમના વિશે જાણકારી માંગી તો વૃદ્ધાએ જણાવ્યું હતુ કે તેમના પતિનું મોત થઇ ચૂક્યું છે. તેમના બે દીકરા અને પુત્રવધૂ છે. તેમના દીકરાઓ તેમની દેખરેખ રાખતા નથી. તેઓ સરકાર તરફથી આપવામાં આવતા પેન્શન પર જીવન ગુજારી રહ્યા છે એટલા માટે તેઓ પોતાની જમીન વડાપ્રધાન મોદીને આપવા માંગે છે