Uttarakhand| ટિહરીમાં આભ ફાટ્યું, બાલગંગા નદીમાં ઘોડાપૂરથી જનજીવન અસ્ત વ્યસ્ત
Continues below advertisement
ઉત્તરાખંડમાં વરસાદી તારાજીએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે... આભ ફાટતા રસ્તાઓ મકાનો અને રહેણાક વિસ્તારોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે.. તમામ પાણીમાં ગરકાવ થયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.. નદીએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે જેમાં ઘણાય મકાનો અને દુકાનો રમકડાંની જેમ પાણીમાં તૂટી પડીને વહેતા થઈ ગયા હતા...
ગોપેશ્વરના સુભાષનગરમાં ભૂસ્ખલનને કારણે બે વાહનો કાટમાળ નીચે દટાયાં હતાં. માહિતી અનુસાર, આભ ફાટવાની ઘટના બાદ બાલગંગા નદીએ ભયાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક મકાનો, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં દુકાનો-મકાનો વહી જતાં સ્પષ્ટ દેખાય છે.
Continues below advertisement