ભારત બંધના સમર્થનમાં જામનગરનું લાલપુર માર્કેટ સજ્જડ બંધ
Continues below advertisement
કૃષિ કાયદાના વિરોધમાં વિવધ ખેડૂત સંગઠનો દ્વારા અપાયેલ ભારત બંધ ના પગલે આજે લાલપુર ગામે સંપૂણ બંધ પાડ્યો હતો. તમામ બજારો સજ્જડ બંધ જોવા મળી હતી. શાક માર્કેટ સહિત તમામ બજારો બંધ જોવા મળી હતી. બંધના પગલે ગામડાઓમાંથી ખરીદી કરવા આવતા લોકોએ આવવાનું ટાળ્યું હતું. ગઈ કાલે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા બંધ રાખવા અપીલ કરાઈ હતી. કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું.
Continues below advertisement