PM મોદીના હસ્તે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો
Continues below advertisement
જામનગરમાં દેશના પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું આજે લોકાર્પણ થયું. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનું મહત્વ ધરાવતી આઇટીઆરએનો ઈ-વિમોચનનો કાર્યક્રમ ધન્વન્તરી ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રીઓ આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમ માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Continues below advertisement