મહેસાણાઃ શ્વાનને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી, કારમાં સવાર ત્રણ શિક્ષકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મહેસાણાઃ પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે રોડ પાસે આવેલા તળાવમાં યુવતી અને બે પુરુષ શિક્ષકના મોત થયા છે. શિક્ષકો મહેસાણાથી નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે પાંચોટ તળાવ પાસે કૂતરું વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. કૂતરાને બચાવવા જતાં કાર તળાવામાં ખાબકી હતી અને 3 શિક્ષકોના કાર સાથે તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જેસીબીની મદદથી કાર તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ પછી ગામના લોકો દ્વારા કારમાંથી ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.