Mahesana:કડીમાં 32 દિવસની દીકરીની હત્યાનો માતા પિતા પર લાગ્યો આરોપ, માતાએ જણાવી સમગ્ર ઘટના?
Continues below advertisement
મહેસાણાના કડીમાં કરણનગરમાં 1 માસ અને 2 દિવસની બાળકીની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. દિકરીના હત્યારા અન્ય કોઈ નહીં પણ માતા- પિતા જ છે. આટલું જ નહીં હેવાન માતા- પિતાએ બાળકીની હત્યા નિપજાવી મોત અકસ્માતમાં ખપાવી દેવાની પણ કોશિષ કરી. બાળકીના મોત અંગે પોલીસે પહેલા અકસ્માતનો ગુનો નોંધ્યો. પરંતું પોલીસે તપાસ કરતા માતા- પિતાએ જ બાળકીનો ભોગ લીધાનું સામે આવતા ખુદ ડીવાયએસપીએ ફરિયાદી બન્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે રીનાબેન અને હાર્દિકભાઈને ત્યાં બીજા સંતાનમાં પણ દિકરીએ જન્મ લેતા તેની હત્યા નિપજાવી હતી. હાલ તો પોલીસે માતા રિનાબેન, પિતા હાર્દિકભાઈ, દાદા ઉપેંદ્રભાઈ, દાદી નીતાબેન સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી હતી.
Continues below advertisement